ભારતીય પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટનો સોનેરી મોરપીંછ

ભલાજી મોહનજી ડામોર

સાબરકાંઠા જિલ્લાના અંધજન મંડળ ઇડરની પ્રજ્ઞા ચક્ષુક્રિકેટ ટીમ 1993 માં પ્રથમવાર અખિલ ગુજરાત અંધજન ક્રિકેટ ટુર્નામેન્ટમાંચેમ્પિયન બની. જે સમગ્ર અંધજન ક્રિકેટ ચાહકોમાં ચમત્કાર સમાન ઘટના હતી કારણ કે આપણા જિલ્લાની પ્રજ્ઞાચક્ષુક્રિકેટ ટીમ અગાઉની ટુર્નામેન્ટોમાંક્યારેય ક્વોલિફાઈ કરી શકતી ન હતી તે જ ટીમ અચાનક એક જ ટુર્નામેન્ટમાં અગાઉ ચેમ્પિયન રહી ચૂકેલી બધી જ ટીમોને ધડાધડ પરાસ્ત કરી ટુર્નામેન્ટમાંથી બહાર ધકેલી ગૌરવપૂર્વક ચેમ્પિયન બની હતી. બીજા વર્ષ1994 માંજ્યારે અખિલ ગુજરાત અંધજન ક્રિકેટ ટુર્નામેન્ટ રાજકોટ ખાતેયોજવા જઈરહી હતી ત્યારે રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠાની ટીમનો | સિલેક્શન ઈડર કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યુંઅને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લગભગ 30 થી 40 પ્રજ્ઞાચક્ષુખેલાડીઓ ટીમમાંસ્થાન મેળવવા સિલેક્શન કેમ્પમાં આવ્યા હતા. જિલ્લાની ટીમને પસંદગી પણ ખૂબ જ ચીવટ પૂર્વક કરવાની હતી કારણ કે આપણી સામેગત વર્ષની ચેમ્પિયનશીપ જાળવી રાખવા માટેનો પડકાર હતો.

આ સિલેક્શન કેમ્પમાં ઘણા બધા પ્રજ્ઞાચક્ષુઓમાંદેખાવેખૂબ જ સામાન્ય શારીરિક બાંધો ધરાવતા સંપૂર્ણઅંધ ભલાજી પણ સામેલ હતા. આખો દિવસ પ્રેક્ટિસ ચાલી અને અંતેબોલિંગ, ફિલ્ડિંગમાંગજબનુંકૌવત ધરાવતા ભલાજી ઓલ રાઉન્ડર તરીકે14 સદસ્યની પ્રજ્ઞાચક્ષુટીમમાંસ્થાન પામ્યા.

માલપુર તાલુકાના પીપરાણા ગામમાંજન્મેલા અનેગામની જ પ્રાથમિક શાળામાંઅભ્યાસ કરતા ભલાજી અભ્યાસમાંખૂબ જ સામાન્ય હતા. માતા - પિતા ઘરની થોડીક જમીનમાંખેતીવાડી કરી વગડામાં બકરીઓ ચરાવી પોતાના પરિવારનો ભોજરામ ચલાવતાંનાની ઝૂંપડી સમાન ઘરમાંવસવાટ કરતાં હતાં. પરિવારમાંબેસંતાનોમાંમોટો દીકરો ભલાજી સંપૂર્ણઅંધ હતા અને નાનો દીકરો સામાન્ય હતો. બરાબર આ જ સમય દરમિયાન સંકલિત શિક્ષણ યોજના ની ગુંજ માલપુરના ગામડાઓમાંપણ ગુંજતી હતી આપણી સેવા સંસ્થાના કર્મયોગી શિક્ષક મિત્રો શ્રી કાંતિભાઈ રાવળ, દાનાજી ડાભી બાલાજીના પિતાજી અને પરિવાર સાથે આત્મીયતા ધરાવતા હતા તેઓએ ભલાજી અનેતેમના પરિવારનેઅંધજન મંડળ સાબરકાંઠા જિલ્લા શાખા દ્વારા ચલાવતી શૈક્ષણિક યોજનાઓ, રમતગમત, ક્રિકેટ, વગેરે પ્રવૃત્તિઓ, વિશેમાહિતગાર કર્યા પરિવારનો વિશ્વાસ સંપાદન કરી ભલાજીનેક્રિકેટની રમત રમવા પૂરતો સમય અનેવાતાવરણ આપવા સહમત કર્યા. ભલાજી ક્રિકેટ ટીમ સાથેજોડાવા અને ઈડર કૉલેજ ખાતેદિવાળી વેકેશન દરમિયાન થી ચાલતા ક્રિકેટ કોચિંગ કેમ્પમાં20 થી 25 દિવસ માટે ઇડર આવ્યા. ઘણા દિવસો સુધી ક્રિકેટનુંકોચિંગ મેળવી ભલાજી જિલ્લાની ટીમ માટે સાચે જ ઓલરાઉન્ડર તરીકે ઉભરી આવ્યા. આપણી સંસ્થાને પ્રજ્ઞાચક્ષુક્રિકેટ ટીમ રાજકોટ ખાતે1994 માંઅખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુક્રિકેટ ટુર્નામેન્ટમાંભાગ લેવા રાજકોટ પહોંચી ત્યાંપણ આપણી ટીમ એ ચેમ્પિયનનેછાજે એવી અદ્ભુત રમત રમી ઘણી ટીમોનેહારનો સ્વાદ ચખાડ્યો. આ ટીમમાંસંપૂર્ણઅંત તરીકેસ્થાન પામેલા ભલાજી ડામોર પોતાની બોલિંગ અનેફિલ્ડિંગ દ્વારા સૌનેઅચંબામાંમૂકતા જોવા મળ્યા. ગજબની ફાસ્ટ બોલિંગ ઘણીવાર સ્ટમ્પનેઅથડાઈઅવાજ કરે ત્યારેજ બેસ્ટમેનનેખ્યાલ આવતો હતો કેપોતે આઉટ થયા છે.

આમ ભલાજી દરેક ટુર્નામેન્ટમાં ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ અને ઓલ રાઉન્ડર તરીકેદેખાવ કરતા. તેઓનુંસિલેક્શન ગુજરાતની ઝોનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં થયું. ત્યાંપણ ભલાજીનું પ્રદર્શન ઓલ રાઉન્ડર તરીકેસર્વોચ્ચ રહ્યું અનેભલાજીને રમતની નોંધ ઝોનલ અને રાષ્ટ્ર કક્ષાએ સિલેકટરો દ્વારા લેવામાં આવી અનેભલાજીનેમુંબઈ, બેંગલોર, દિલ્હી ખાતે પ્રજ્ઞાચક્ષુખેલાડીઓના કોચિંગ | કેમ્પમાંલઈ જઈ કોચિંગ આપવામાં આવ્યું. બાલાજી પોતાની રમતના કારણે સૌ કોઈની આંખોમાંવસી ગયા હતા અને રાષ્ટ્રીય ટીમમાંસ્થાન માટેકડો પ્રજ્ઞાચકશુખેલાડીઓ પ્રયત્નશીલ હતા પરંતુભલાજી આ સ્પર્ધામાંસૌથી મોખરે રહી તેમનું સ્થાન પામ્યા.

આપણી સેવાભાવી સંસ્થા રાષ્ટ્રીય જન મંડળ ઈડર દ્વારા ભલાજીનેક્રિકેટની રમતરમવા ઘરેથી અમદાવાદ, મુંબઈ, બેંગલોર, દિલ્હી તેમજ અન્ય ટુર્નામેન્ટોમાંઅનેકોચિંગ કેમ્પમાંજોડાવા માટેકોઈ કચાશ રાખ્યા વગર હંમેશાંભલાજીની જરૂરિયાતો પૂરી કરી તેમનેપ્રોત્સાહિત કરી તેમનો આત્મવિશ્વાસ વધારવાનુંકાર્યકર્યું. ભલાજીને આર્થિક જરૂરિયાતો ક્રિકેટનાંસાધનો યુનિફોર્મ વગેરેજરૂર મુજબ પૂરા પાડવામાં આવ્યાં.

ભારતમાં1998 માંદિલ્હી ખાતે કનિષ્ક અંધજન વિશ્વ કપનું આયોજન કરવામાં આવ્યુંભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા કેવા દેશોની પ્રજ્ઞાચક્ષુક્રિકેટ ટીમો આટુર્નામેન્ટમાંભાગ લેવા આવી હતી. ભારતીય ટીમ?

લેખક : કેતન શાહ